રિપોર્ટ@દેશ: મહાકુંભમાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો, 50 કરોડને પાર થઈ શકે છે આંકડો

 
મહાકુંભ

કુલ સંખ્યા 48.29 કરોડ પહોંચી ગઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહાકુંભમાં સ્નાન કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહાકુંભની પૂર્ણાવૃત્તિને 13 દિવસનો સમય બાકી છે. આ સંજોગોમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે માઘ પૂર્ણિમા સ્નાન બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ જ ઘટાડો થઈ રહ્યો નથી. માઘ પૂર્ણિમા નિમિત્તે બુધવારે આશરે 2.4 કરોડ લોકોએ સંગમ ખાતે ડુબકી લગાવી હતી.આ સાથે કુલ સંખ્યા 48.29 કરોડ પહોંચી ગઈ છે.આજે આ આંકડો 50 કરોડને પાર થઈ શકે છે.

પવિત્ર સંગમમાં શ્રદ્ધા અને આસ્થાથી  ઓત-પ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સ્નાનાર્થીઓ અને ગૃહસ્થોનું સ્થાન હવે ઘણી ઊંચાઈએ પહોંચી ગયુ છે. સરકાર તરફથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવો અંદાજ હતો, પણ આ સંખ્યા ઘણી આગળ નિકળી ગઈ છે.સૌથી વધારે આઠ કરોડ શ્રદ્ધાળુઓએ મૌની અમાવાસ નિમિત્તે ડુબડી લગાવી હતી. મકર સંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. 30મી જાન્યુઆરી તથા 1લી ફેબ્રુઆરીન રોજ બે-બે કરોડનો આંક રહ્યો હતો. તથા પોષ પૂર્ણિમા પર 1.7 કરોડ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી હતી. વસંત પંચમી પર 2.57 કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવ્યા હતા.