રિપોર્ટ@દેશ: વન નેશન વન ઇલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટનો મોટો નિર્ણય

 
રાજકારણ
અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં મંજૂરી. આપવામાં આવી. ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે.મોદી સરકારે સ્વતંત્રતા પર્વ પર લાલથી ભાષણમાં એક દેશ એક ચૂંટણીની વકીલાત પણ કરી હતી. ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં 'વન નેશન, વન ઈલેક્શન'ની હિમાયત કરી હતી.

તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો સમાવેશ કર્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ નિર્ણયના સમર્થન માટે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 પક્ષોએ સમર્થન આપ્યું હતું જ્યારે એવા 15 પક્ષો હતા કે જેઓ વન નેશન વન ઇલેક્શનના વિરુદ્ધમાં હતા. જો કે આવા પક્ષોએ કંઇ જવાબ આપ્યો ન હતો. .JDUઅને LJP (R) એક દેશ, એક ચૂંટણી માટે સહમતી દર્શાવી હતી. પરંતુ ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. જેડીયુ અને એલજેપી (આર) કહ્યું હતું કે આમ કરવાથી સમય અને પૈસાની બચત થશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.