રીપોર્ટ@દેશ: અમેરિકામાં ઉડતાની સાથે જ વિમાન ક્રેશ, અનેક ઘરો બળીને ખાખ, 3ના મોત, મૃત્યુઆંક વધી શકે

 
ઘટના
મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકાના કેન્ટીકમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે સાંજે 5 વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 11થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો હજુ વધી શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, UPS ફ્લાઇટ 2976 જે એક મેકડૉનેલ ડગલસ એમડી-11એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમયાનુસાર સાંજે 5:15 ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગો સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 11 ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી.