રિપોર્ટ@દેશ: PM મોદી પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, હવે ક્યારે લેશે શપથ?

 
રાજીનામુ
ભાજપને બહુમતી મળી નથી. તે 240 જ બેઠક જીતી શક્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. હાલમાં એનડીએ I.N.D.I.A. ગઠબંધનની બેઠકો ચાલી રહી છે. હવે સંસદીય દળની બેઠક યોજાયા બાદ જ વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે ત્યારે ભાજપને બહુમતી મળી નથી. તે 240 જ બેઠક જીતી શક્યો છે. એટલા માટે હવે સરકાર બનાવવા માટે દારોમદાર હવે એનડીએના સાથી પક્ષો પર છે. 

8 જૂને ફરી એકવાર PM નરેન્દ્ર મોદી સાથી પક્ષોના ટેકા બાદ પીએમ પદના શપથ લે તેવી શક્યતા છે. જ્યારે બીજી બાજુ I.N.D.I.A. ગઠબંધન પણ જોર લગાવી રહ્યું છે કે તે ટીડીપી અને નીતીશ કુમારની પાર્ટી જેડીયુને મનાવી શકે અને તેમના સમર્થનથી કેન્દ્રમાં સરકાર બનાવી શકે. હાલમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 7 જૂને એનડીએ પણ સંસદીય દળની બેઠક બોલાવી શકે છે.