રિપોર્ટ@દેશ: PM મોદી પહોંચ્યા યુદ્ધગ્રસ્ત વિસ્તારની નજીક, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

 
પીએમ મોદી
બે દિવસીય મુલાકાત બાદ અહીંથી યુક્રેન જવા રવાના થશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદી તેમની બે દેશની મુલાકાતના પ્રથમ તબક્કામાં પોલેન્ડ પહોંચી ગયા છે. તેમની પોલેન્ડની મુલાકાત છેલ્લા 45 વર્ષમાં કોપણપણ ભારતીય વડાપ્રધાન દ્વારા થયેલી પ્રથમ મુલાકાત છે.આ સાથે તેઓ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાન મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ અહીંથી યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેઓ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ નિરાકરણ પર રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ચર્ચા કરશે.

તેમને કહ્યું હતું કે મારી પોલેન્ડની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમે અમારા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. તેમણે કહ્યું કે લોકશાહી અને બહુલવાદ પ્રત્યે અમારી પરસ્પર પ્રતિબદ્ધતા અમારા સંબંધોને વધુ મજબૂત બનાવે છે. હું અમારી ભાગીદારીને આગળ લઈ જવા માટે મારા મિત્રો વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડાને મળવા આતુર છું.

તેમને કહ્યું કે હું પોલેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળીશ. પોલેન્ડમાં ભારતીય રાજદૂત નગ્મા મોહમ્મદ મલિકે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની 2 દિવસની મુલાકાત દરમિયાન પોલિશ નેતૃત્વ સાથેની ચર્ચા બંને પક્ષોને વિવિધ વિષયો પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.પીએમ મોદીએ કહ્યું કે પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઈશ. ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. તેમણે કહ્યું કે હું દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર પરિપ્રેક્ષ્‍ય શેર કરવા માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે લાંબા સમયથી ચાલતી વાતચીતને આગળ વધારવાની તકની રાહ જોઈ રહ્યો છું.