રીપોર્ટ@દેશ: PM મોદીએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો, પાકિસ્તાને હુમલામાં મંદિર અને મસ્જિદને પણ નહોતા છોડયા

 
Modi

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીના હસ્તે આજે વિશ્વનો સૌથી ઉંચો ચિનાબ રેલ બ્રિજનું ઉદઘાટન થયું હતું અને વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી, આ તકે યોજાયેલી જનસભામાં મોદીએ પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું હતું કે પાકિસ્તાને હુમલા વખતે મંદિર-મસ્જિદને પણ છોડયા નહોતા. મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે આપણો પડોશી માનવતાનો વિરોધી, ઈન્સાનિયત પર તેણે વાર કર્યા છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરના નવજવાન આતંકવાદને જડબાતોડ જવાબ આપવા મન મનાવી ચૂકયો છે. આ એ આતંકવાદ છે. જેણે ખીણમાં સ્કુલો સળગાવી હતી, હોસ્પિટલો તબાહ કરી હતી. જેણે પેઢીઓને બરબાદ કરી હતી. પાકિસ્તાનના કાવતરા સામે જે પ્રકારે જમ્મુ-કાશ્મીરમાં લોકો ઉભા થયા છે.જમ્મુ-કાશ્મીરની પ્રજાએ આ વખતે જે તાકાત દેખાડી છે, તેણે માત્ર પાકિસ્તાન જ નહીં, દુનિયાભરના આતંકવાદને કડક સંદેશા આપ્યો છે.

તેઓએ કહ્યું કે આજે 6 જૂન છે. સંયોગથી એક મહિના પહેલા આજની જ રાત પાકિસ્તાનના આતંકીઓ પર કયામત વરસી હતી.હવે પાકિસ્તાન કયારેય પણ ઓપરેશન સિંદુરનું નામ સાંભળશે તો તેને શરમજનક હાર યાદ આવશે. પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલાને યાદ કરીને કહ્યું હતું કે પહેલગામમાં પાકિસ્તાને ઈન્સાનીયત અને કશ્મીરિયત બન્ને પર વાર કર્યા હતા. તેનો ઈરાદો ભારતમાં દંગા કરાવવાનો હતો. કાશ્મીરના મહેનતી લોકોની કમાણી રોકવાનો હતો એટલે પાકિસ્તાને પર્યટકો પર હુમલો કર્યો હતો.