રીપોર્ટ@દેશ: Gen-Z સાથે PM મોદીએ કરી ખાસ વાતચીત, 'યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Gen-Z સાથે Khelo India સંવાદ કાર્યક્રમમાં સીધો સંવાદ કર્યો. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ કહ્યું કે યુવાનોના મનમાં નવા વિચારો આવવા જોઈએ અને રમત જીવનના પડકારોનો સામનો કરવાની હિંમત આપે છે. ખેલો ઈન્ડિયા કાર્યક્રમ દરમિયાન PM મોદી એ યુવાનો સાથે રમત, જીવન અને દેશના ભવિષ્ય અંગે વાત કરી.તેમણે કહ્યું કે રમત માત્ર ચેમ્પિયન બનવાનું શીખવતી નથી, પરંતુ વધુ સારો સ્પર્ધક બનવાનું પણ શીખવે છે.
તેમણે કહ્યું કે રમત આપણને જીત અને હાર બંને સ્વીકારવાની શક્તિ આપે છે. મેદાન પર પડ્યા બાદ ફરી ઊભા થવાની ભાવના જીવનમાં પણ ખૂબ જરૂરી છે. તેમના મતે રમત યુવાનોમાં સંઘર્ષ કરવાની ક્ષમતા, વિશ્વાસ અને સતત આગળ વધવાનો જુસ્સો વિકસાવે છે.PM મોદીએ યુવાનોને નવા વિચારો પર કામ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે દેશને આગળ લઈ જવા માટે યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ અને તે વિચારોને સાકાર કરવાની દિશામાં પ્રયાસ થવા જોઈએ.
PM મોદીએ 15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી રજૂ કરેલા ભારતના સ્પોર્ટ્સ વિઝનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશ માટે રમતનો અર્થ માત્ર મેડલ જીતવો નથી. તેમના જણાવ્યા અનુસાર રમત ભારતની રમત ક્ષમતા અને યુવા શક્તિને એકસાથે જોડીને વિકસિત ભારતના નિર્માણ તરફ લઈ જવાનું માધ્યમ બની શકે છે. તેમણે કહ્યું કે કોઈ ખેલાડી સફળ થાય ત્યારે તેની સફળતા માત્ર વ્યક્તિગત રહેતી નથી. તેના પરિવારની ઓળખ વધે છે, શાળા અને કોલેજનું માન વધે છે અને તેના જિલ્લા તથા રાજ્યની ઓળખ પણ મજબૂત બને છે.
PM મોદીએ કહ્યું કે 'જે રમે છે તે ખીલે છે'. જોક રમતમાં ખીલવાનો અર્થ માત્ર મેદાન પર જીત મેળવવો નથી. વ્યક્તિના વિકાસથી લઈને પરિવાર અને દેશનું ગૌરવ વધારવા સુધી રમતની અસર જોવા મળે છે. તેમણે કહ્યું કે જ્યાસમજાવતઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થાય છે ત્યારે વિશ્વ તેના શહેર કે રાજ્યને પણ તે ખેલાડી સાથે જોડીને ઓળખવા લાગે છે. આ રીતે રમત દેશની ઓળખને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બને છે.

