રિપોર્ટ@દેશ: PM મોદી 28 ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતા, જાણો સમગ્ર કાર્યક્રમ
28 તારીખે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માસના અંતમાં ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને અમરેલી જિલ્લાના લાઠી ખાતે લોકાર્પણમાં હાજરી આપવા ઉપરાંત તા.31 ઓક્ટોબરે કેવડીયાકોલોની ખાતે એક્તા પરેડમાં પણ હાજરી આપનાર છે. તેઓ તા.28 ઓક્ટોબરે ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસની રૂપરેખા તૈયાર થઈ રહી છે. તેમનો અમરેલી અને વડોદરાનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે.
પીએમ મોદી ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમાં ગુજરાતમાં વિવિધ વિકાસના કાર્યોમાં હાજરી આપી હતી. તેઓ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની તૈયારી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રવાસ સમયે પીએમ મોદીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. હવે તેઓ બેક ટુ બેક બીજી મુલાકાત માટે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રોજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે.
અમરેલીના લાઠીમાં તૈયાર થયેલા સરોવરનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. સાથે અમરેલી જિલ્લાના લાઠીમાં તળાવ સહિત અનેક વિકાસના ઇ-લોકાર્પણ પણ મોદીના હસ્તે થશે. આ એક જ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદી બે વખત ગુજરાત આવશે.28 તારીખે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે. જે બાદ 31 ઓક્ટોબર એટલે કે એકતા દિવસ સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ ભાગ લેશે.