રીપોર્ટ@દેશ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા PM મોદી ગુજરાત પ્રવાસે, વાવ-થરાદ જીલ્લાની મુલાકાત લઈ શકે

 
મોદી
સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ

​​​​​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના એક દિવસીય પ્રવાસનું આયોજન હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. આગામી 31મી તારીખે તેઓ આ નવા જિલ્લામાં એક જંગી સભાને સંબોધિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવરચિત જિલ્લાની જાહેરાત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેમની આ મુલાકાત ભાજપના પ્રચાર અભિયાનને વેગ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અન્ય કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી શકે છે. ઉત્તર ગુજરાતના આ મહત્વના પટ્ટામાં PMની હાજરીથી પક્ષના સંગઠનને નવી ઉર્જા મળશે.વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આ એક દિવસીય પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.