રીપોર્ટ@દેશ: PM મોદીનું દક્ષિણ આફ્રિકામાં ભવ્ય સ્વાગત, G-20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે

 
મોદી
તેઓએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ સાથે મુલાકાત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદ હેઠળ યોજાઈ રહેલા G-20 નેતાઓના શિખર સંમેલનમાં પીએમ મોદી ભાગ લેશે. PM મોદી વોટરલૂફ વાયુસૈનિક અડ્ડા પર પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને દક્ષિણ આફ્રિકન વાયુસેના દ્વારા રેડ કાર્પેટ પર સલામી પણ આપવામાં આવી હતી.એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના 'મિનિસ્ટર ઇન ધ પ્રેસિડેન્સી' દ્વારા મોદીની આગેવાની કરવામાં આવી હતી. એક સાંસ્કૃતિક દળે પરંપરાગત નૃત્ય અને ગીતોની રજૂઆત કરી હતી.પીએમ મોદી હોટલ પહોંચ્યા ત્યારે બાળકોના એક સમૂહે પ્રાર્થના ગાઈને તેમનું સ્વાગત કર્યું.

સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા, જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ જેવા રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.PM મોદી આફ્રિકા મહાદ્વીપમાં પ્રથમ વખત આયોજિત થઈ રહેલા G20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. જોહાન્સબર્ગ પહોંચતાની સાથે જ PM મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પરસ્પર હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ દરમિયાન, અલ્બાનીઝે દિલ્હીમાં થયેલા તાજેતરના બ્લાસ્ટ અને સાઉદી અરબમાં થયેલા બસ દુર્ઘટનામાં ભારતીયોના મૃત્યુ પર સંવેદના પણ વ્યક્ત કરી.આ સમિટ ખાસ છે કારણ કે ભારતની G20 અધ્યક્ષતા (2023) દરમિયાન આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવવામાં આવ્યો હતો, અને હવે આ સંમેલન પ્રથમ વખત આફ્રિકામાં યોજાઈ રહ્યું છે. PM મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વના નેતાઓ સાથે ઉપયોગી ચર્ચાની રાહ જોઈ રહ્યા છે.