રિપોર્ટ@દેશ: ચેમ્પિયન્સ ટ્રોફી સહિત આ મુદ્દા પર PM મોદીએ કરી 'મન કી બાત', જાણો વિગતવાર

 
માન કી બાત

ગયા મહિને દેશે ISROના 100માં રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં સૌપ્રથમ ક્રિકેટ વિશે વાત કરી. આ દરમિયાન PM મોદી એ કહ્યું કે, આ દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને દરેક જગ્યાએ ક્રિકેટનો માહોલ છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ક્રિકેટમાં સદીનો રોમાંચ શું હોય છે. પણ આજે, હું તમારી સાથે ક્રિકેટ વિશે નહીં, પણ ભારતે અવકાશમાં બનાવેલી અદ્ભુત સદી વિશે વાત કરવાનો છું.ગયા મહિને દેશે ISROના 100માં રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો. આ માત્ર એક સંખ્યા નથી તે અવકાશ વિજ્ઞાનમાં દરરોજ નવી ઊંચાઈઓ સ્પર્શવાના આપણા સંકલ્પને પણ પ્રતિબિંબિત કરે છે.

PM મોદી એ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણી અવકાશ યાત્રા ખૂબ જ સામાન્ય રીતે શરૂ થઈ હતી. દરેક પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો આગળ વધતા રહ્યા, વિજયી બન્યા. સમય જતાં અવકાશ ઉડાનમાં આપણી સફળતાઓની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. પછી ભલે તે લોન્ચ વ્હીકલનું ઉત્પાદન હોય, ચંદ્રયાન, મંગળયાન, આદિત્ય L-1 ની સફળતા હોય કે પછી એક જ રોકેટથી એકસાથે 104 ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ મિશન હોય, ISROની સફળતાનો અવકાશ વિશાળ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 460 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં અન્ય દેશોના ઘણા ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે.

તેઓએ કહ્યું કે, તાજેતરમાં હું AI પર એક મોટા પરિષદમાં ભાગ લેવા પેરિસ ગયો હતો. ત્યાં દુનિયાએ આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિની ખૂબ પ્રશંસા કરી. આજે આપણા દેશમાં લોકો AI નો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તેના ઉદાહરણો પણ આપણે જોઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં આપણે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ઉજવવા જઈ રહ્યા છીએ. આપણા બાળકો, યુવાનો વિજ્ઞાન પ્રત્યે રસ ધરાવે છે અને ઉત્સાહી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારી પાસે તમારા માટે એક વિચાર છે કે, તમે એક વૈજ્ઞાનિક તરીકે એક દિવસ વિતાવો. તમે તમારી સુવિધા અનુસાર, તમારી ઇચ્છા મુજબ કોઈપણ દિવસ પસંદ કરી શકો છો.