રિપોર્ટ@દેશ: PM મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
નેપાળનો નવો રાજકીય નકશો જાહેર થયા બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. આપણાં બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને આપણાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણાં પરસ્પર લાભદાયી સહકારને વધુ વિસ્તૃત કરવા માટે હળીમળીને કામ કરવા માટે આતુર છીએ.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રવિવારે 72 વર્ષીય CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ચીનના સમર્થક ઓલી સોમવારે સવારે 11 વાગ્યે શપથ લીધા. પોતાના પ્રથમ કાર્યકાળમાં ઓલીએ જાહેરમાં ભારતની ટીકા કરી હતી. 2015 માં નેપાળમાં નવા સંઘીય, લોકશાહી બંધારણને અપનાવવામાં આવ્યા પછી, તેરાઈ પ્રદેશમાં મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું હતું. ભારતીય મૂળના તેરાઈના રહેવાસીઓએ ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.આ મુદ્દે ભારત-નેપાળના સંબંધોમાં તણાવ હતો, પરંતુ ઓલી નેપાળ-ભારત અગ્રણી વ્યક્તિ જૂથ બનાવવા માટે સંમત થયા હતા.
બીજી વખત સત્તા સંભાળતા પહેલા, ઓલીએ દેશની આર્થિક સમૃદ્ધિ માટે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ નેપાળનો નવો રાજકીય નકશો જાહેર થયા બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.નવા નકશામાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વિસ્તારોને નેપાળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જુલાઈ 2020માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે રામને હડપ કરી લીધું છે અને અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીના દાવાથી ભારત અસ્વસ્થ થયા બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.