રિપોર્ટ@દેશ: પીએમ મોદી આવશે ગુજરાત, કયા કયા કાર્યક્રમમાં આપશે હાજરી? જાણો

 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવશે. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ હોઇ તેઓ ગુજરાત ખાતે થનાર કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં તેઓ ભાગ લેશે. તારીખ 16 સપ્ટેમ્બરના જ તેઓ અમદાવાદ આવી જશે તેવી માહિતી મળી હતી. 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લીધા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. ઉપરાંત આ સાથે પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી છે.

વડાપ્રધાન મોદી જન્મદિવસ પહેલા એટલે કે16 મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે, જે બાદ 17 ના રોજ તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગર ખાતે ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેવાન શક્યતા જોવા મળી રહી છે. ઉપરાંત જન્મદિવસને લઇ અન્ય કાર્યક્રમો થવાની પણ વાતો ચર્ચાઇ રહી છે. મળતી માહિતી અનુસાર જન્મદિવસે અમદાવાદ ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી હતી. જોકે વડાપ્રધાનના કાર્યક્રમમાં બીજા કેટલાક અન્ય કાર્યક્રમો હોવાનું જાણવા મળી રહ્યું છે.