રીપોર્ટ@દેશ: વક્ફ બોર્ડના નવા કાયદા પર PM મોદીનું મોટું નિવેદન, જાણો વિગતવાર

 
વડાપ્રધાન
કોંગ્રેસની નીતિઓને કારણે SC-ST સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી હરિયાણાના પ્રવાસે છે. હિસારમાં તેમણે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં તેમણે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ''કોંગ્રેસે વોટ બેંકનો વાયરસ ફેલાવ્યો છે'' વકફ એક્ટ પર બોલતા તેમણે કહ્યું કે ''તે કોંગ્રેસ પાર્ટીથી ફક્ત મુસ્લિમોને નુકસાન પહોંચ્યું છે'' તેમણે કહ્યું કે, ''વકફના નામે ગરીબોની લૂંટ હવે બંધ થવા જઈ રહી છે'' તેઓએ કહ્યું કે, ''કોંગ્રેસની નીતિઓને કારણે SC-ST સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો છે, કોંગ્રેસે SC-ST-OBC ને બીજા વર્ગના નાગરિક બનાવ્યા''

તેમણે કહ્યું કે, ''કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિને કારણે મુસ્લિમ સમુદાયને પણ મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે કેટલાક કટ્ટરપંથીઓને ખુશ કર્યા છે અને સમાજનો બાકીના ભાગને દુ:ખી, અશિક્ષિત અને ગરીબ રાખ્યા છે. કોંગ્રેસની આ નીતિનો સૌથી મોટો પુરાવો વકફ એક્ટ છે''તેમણે કહ્યું કે, ''વકફ એક્ટ 2013 સુધી અમલમાં હતો, પરંતુ ચૂંટણી જીતવા અને વોટ બેંકની રાજનીતિ માટે 2013ના છેલ્લા સત્રમાં કોંગ્રેસે ઉતાવળમાં વકફ એક્ટમાં સુધારો કર્યોહતો, જે આટલા વર્ષોથી અમલમાં હતો. જેથી તેને ચૂંટણીમાં મત મળી શકે, વોટ બેંકને ખુશ કરવા માટે આ કાયદો એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે, તેમણે બાબા સાહેબ આંબેડકરના બંધારણની એસી કી તેસી કરી દીધી હતી. આ તેમનું અપમાન છે''.

તેઓએ કહ્યું કે, ''જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે થોડી પણ સહાનુભૂતિ હોય તો તેમણે કોઈ મુસ્લિમને પોતાનો પ્રમુખ બનાવવો જોઈએ. તમે કેમ નથી બનાવતા? જો તમે ટિકિટ આપો છો, તો 50% મુસ્લિમોને આપો. જો જીતીને આવશે તો તેમની વાત રજૂ કરી શકશે, પરંતુ આ નથી કરવું. કોંગ્રેસ પાસે આપવા માટે કંઈ નથી, પરંતુ તેમણે દેશના નાગરિકોના અધિકારો છીનવી લેવા છે'' વધુમાં કહ્યું કે, ''તેમનો હેતુ ક્યારેય કોઈનું ભલું કરવાનો હોતો નથી. દેશભરમાં વકફના નામે લાખો હેક્ટર જમીન છે.