રિપોર્ટ@દેશ: પીએમ મોદીએ કોલકાતા રેપ કેસ પર આપી પહેલી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો
જે પણ સ્થળે લાપરવાહી થતી હોય સૌનો હિસાબ થવો જોઈએ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય, તેને બક્ષવામાં આવવો જોઈએ નહીં. કહ્યું કે, "મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. આરોપી કોઈ પણ હોય, તે બચાવો જોઈએ નહીં. જે કોઈ પણ રીતે તેની મદદ કરે છે તે પણ બચવા જોઈએ નહીં.
હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય અથવા પોલીસ તંત્ર, જે પણ સ્થળે લાપરવાહી થતી હોય સૌનો હિસાબ થવો જોઈએ. ઉપરથી લઈને નીચે સુધી સૌને સ્પષ્ટ સંદેશો જવો જોઈએ કે આ પાપ અક્ષમ્ય છે, અરે સરકાર આવતી જાતી રહે છે પરંતુ જીવનની અને નારીની રક્ષા, એ સમાજના રુપે અને સરકારના રુપે...આપણું પરમ કર્તવ્ય છે. મહિલા પર અત્યાચાર કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવા માટે અમારી સરકાર કાયદામાં ફેરફાર પણ કરી રહી છે.અગાઉ, પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમે ટોલીગંજમાં આરજી કર મેડિકલ કોલેજ બળાત્કાર-હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો હતો.
આ દરમિયાન અભિનેતા પરમબ્રત ચેટર્જીએ કહ્યું હતું કે, "16 દિવસ વીતી ગયા છે અને આ દરમિયાન ઓછામાં ઓછી 5 અન્ય બળાત્કારની ઘટનાઓ બની છે. બદલાપુર, આસામ કે મુઝફ્ફરનગરમાં શું થયું છે તે આપણે બધા જાણીએ છીએ. હું કોલકાતાનો છું તેથી હું જવાબદારીની માંગ કરીશ.