રિપોર્ટ@દેશ: પીએમ નરેન્દ્ર મોદીએ આજે 115મી વખત કરી 'મન કી બાત', જાણો વિગતવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ આજે 115મી વખત 'મન કી બાત' કરી છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 115મા એપિસોડમાં પોતાના જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, મને બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત લેવાની તક મળી જે મારા માટે ખાસ હતી. તેમણે કહ્યું કે બે મહાપુરુષોની 150મી જન્મજયંતિ આવી રહી છે. જો કે, આ વખતે પીએમ મોદીએ 'મન કી બાત'માં છોટા ભીમ અને મોટુ પતલુ જેવા લોકપ્રિય કાર્ટૂનનો ઉલ્લેખ કરી બધાને ચોંકાવી દીધા હતા.
મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતાં કહ્યું, કે, દેશમાં ક્રિએટિવીટીની લહેર ચાલી રહી છે. જ્યારે છોટા ભીમ ટીવી પર આવતું હતું, ત્યારે બાળકો કેટલા ખુશ રહેતા હતા. અમારી અન્ય એનિમેટેડ સિરિયલો મોટુ પતલુ, હનુમાન વિશ્વભરમાં પ્રચલિત છે. ભારતનું એનિમેશન વિશ્વભરમાં લોકપ્રિય છે. કાલે 'વર્લ્ડ એનિમેશન ડે' મનાવવામાં આવશે. આવો ભારતને મજબૂત કરીએ. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે એનિમેશન સેક્ટર આજે એક એવી ઈન્ડસ્ટ્રીનું રૂપ લઈ ચૂક્યું છે જે બીજી ઈન્ડસ્ટ્રીને તાકાત આપી રહ્યું છે. જેમ કે હાલમાં વીઆર ટુરીઝમ ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. તમે વર્ચ્યુઅલ ટૂર દ્વારા અંજતા ગુફાઓની મુલાકાત લઈ શકો છો. કોણાર્ક મંદિરના કોરિડોરમાં ફરી શકો છો અથવા તો વારાણસીના ઘાટનો આનંદ માણી શકો છો.
આજે આ સેક્ટરમાં એનિમેટર્સની સાથે જ સ્ટોરી ટેલર્સ, લેખકો, વોઈસ-ઓવર એક્સપર્ટ, મ્યૂઝિશિયન, ગેમ ડેવલપર્સ, વીઆર અને એઆર એક્સપર્ટની માગ પણ સતત વધી રહી છે. આ જ કારણોસર હું ભારતના યુવાનો કહીશ કે, તમે પોતાની ક્રિએટિવીટીને વિસ્તાર આપો. શું ખબર વિશ્વનું આગામી સુપરહિટ એનિમેશન કદાચ તમારા કમ્પ્યુટરમાંથી પણ નીકળી શકે છે. તેઓએ કહ્યું કે, 'આત્મનિર્ભર ભારત અભિયાન એક જન અભિયાન બની રહ્યું છે અને આપણે દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસવ કરી રહ્યા છીએ. જેમ કે, આ મહિને અમે લદ્દાખના હેનલેમાં એશિયાના સૌથી મોટા ઈમેજિંગ ટેલિસ્કોપ MACEનું પણ ઉદ્ઘાટન કર્યું છે.