રિપોર્ટ@દેશ: PM નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે, વિકાસના કામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

 
પીએમ મોદી

વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના થાણે-બોરીવલી અને બીએમસીના ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે, જે બંનેમાં બે ટનલ છેવડાપ્રધાન નવી મુંબઈના તુર્ભે ખાતે મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ રૂ. 16,600 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી ટ્યુબ ટનલ બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ઘોડબંદર રોડ વચ્ચે સીધું જોડાણ બનાવશે. 11.8 કિલોમીટર લાંબા બોરીવલી થાણે લિંક રોડના નિર્માણ સાથે થાણેથી બોરીવલીનું અંતર 12 કિલોમીટર ઓછું થશે અને સમય એક કલાકનો ઘટાડો થશે.લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર મુંબઈ આવી રહ્યા છે.

રાજ્ય સરકારનું ચોમાસુ સત્ર 12 જુલાઈના રોજ સમાપ્ત થયું હતું. વડાપ્રધાન મોદી આજે વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ પશ્ચિમી ઉપનગરોમાં નેસ્કો સેન્ટર ખાતે એક સભાને સંબોધશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકની તૈયારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.