રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ 114મી વખત કરી 'મન કી બાત', શું કહ્યું? જાણો વિગતે

 
વડાપ્રધાન
'મન કી બાત'ના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમનો આજે 114મો એપિસોડ હતો. તેઓએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું કે, આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કે, જ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્ત્વ નથી આપતું. પરંતુ, મન કી બાતે સાબિત કર્યું કે, લોકોને પોઝિટીવ વાત પણ પસંદ આવે છે. મન ગકી બાત મારા માટે ઈશ્વરના મંદિરે જઈને દર્શન કરવા સમાન છે. 'મન કી બાત'ને ઘરે-ઘરે પહોંચાડનાર લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું.

તેઓએ કહ્યું કે, 'મન કી બાત'ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 10 વર્ષ પહેલાં 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે મન કી બાત'નો પ્રારંભ થયો હતો અને કેટલો પવિત્ર સંયોગ છે કે, આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે 'મન કી બાત' ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે નવરાત્રિનો પહેલો દિવસ હશે. મારૂ મન તો ત્યારથી જ ગર્વથી ઉભરાઈ જાય છે, જ્યારે હું 'મન કી બાત' માટે આવેલી ચિઠ્ઠીઓને વાંચુ છું. તેઓએ કહ્યું કે, આ કાર્યક્રમને દેશની 22 ભાષાઓ સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકાય છે. મને સારૂ લાગે છે, જ્યારે લોકો કહે છે કે, તેઓએ 'મન કી બાત' કાર્યક્રમને પોતાની સ્થાનિક ભાષામાં સાંભળ્યો.

કાર્યક્રમ પર આધારિત એક ક્વિઝ કોમ્પિટિશન પણ ચાલી રહી છે, જેમાં ઘણાં વ્યક્તિ ભાગ લઈ શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના અલગ-અલગ ભાગોમાં જ્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય વડાપ્રધાને કહ્યું કે ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને વધારે છે, તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્ય પ્રદેશના બે પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહીં ડિંડોરીના રયપુરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-સ્તર ઘણું વધી ગયું છે. સ્વચ્છતા વિશે વાત કરતાં તેઓએ કહ્યું કે, સ્વચ્છતાને લઈને પોંડિચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરે 'સ્વચ્છ ભારત મિશન' ના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ અવસર પર એ તમામ લોકોનો આભાર માનું છું, જેઓએ તેને ભારતીય ઈતિહાસનું આટલું મોટું જન-આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને સાચ્ચી શ્રદ્ધાંજલિ છે, જે જીવનપર્યન્ત આ ઉદ્દેશને સમર્પિત રહ્યાં.

આજે આ 'સ્વચ્છ ભારત મિશન'ની સફળતા છે કે, 'Waste to Wealth' નો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો Reduce, Reuse અને Recycle' પર વાત કરવા લાગ્યા છે અને તેના ઉદાહરણો આપે છે. સ્વચ્છતાને લઈને શરૂ અભિયાનથી આપણે વધુમાં વધુ લોકોને જોડવા છે અને આ અભિયાન કોઈ એક દિવસ, એક વર્ષનું નથી હોતું. આ યુગો-યુગો સુધી નિરંતર કરવાનું કામ છે. જ્યાં સુધી આ સ્વચ્છતા આપણો સ્વભાવ ન બની જાય, ત્યાં સુધી કરવાનું કામ છે. આપણાં દેશમાં લગભગ 20 હજાર ભાષાઓ અને બોલીઓ છે અને આ તમામ કોઈકની માતૃભાષા છે.