રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

 
મોદી
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે

એટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. ત્યારે આ દિવસો દરમિયાન વડાપ્રધાન મોદીના કાર્યક્રમમો આ પ્રમાણે નિર્ધારિત કરાયા છે. તેઓ 15 થી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 4:30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશન જશે.

જ્યાં નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. ત્યાર બાદ સાંજે 6 વાગ્યે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે.જ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.     વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારના 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર ખાતે જવા રવાના થશે.