રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં છ હજાર લોકો સાથે યોગ કર્યા, જાણો વિગતે

 
વડાપ્રધાન
શ્રીનગરના SKICC ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કર્યું હતું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસના સમારોહને સંબોધિત કર્યું હતું. વરસાદના કારણે શ્રીનગરના SKICCના હોલમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાત હજાર જેટલા લોકો એકઠા થયા હતા.SKIIC ના હોલમાં મર્યાદિત લોકો સાથે યોગ કરવામાં આવ્યા હતા.

પહેલા સાત હજાર લોકો સાથે દાલ તળાવના કિનારે ખુલ્લા આકાશની નીચે યોગ કરવાનો કાર્યક્રમ હતો. ખબાર હવામાનના કારણે સ્થળમાં બદલાવ કરવામાં આવ્યો હતો.ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પણ પૂરા ઉત્સાહ સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કુપવાડા અને કુલગામ સહિત ખીણના તમામ જિલ્લાઓના પ્લેટફોર્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાવા માટે તૈયાર છે. PM મોદી શ્રીનગરના SKICC ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કર્યું હતું.

કઠુઆ જિલ્લાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોગ દિવસ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દિવસના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો જમ્મુના યોગ આશ્રમમાં પણ પહોંચ્યા હતા. પરંતુ શ્રીનગરમાં વરસાદને કારણે કાર્યક્રમમાં થોડો વિલંબ થયો હતો. SKICC ખાતે યોગ દિવસ પરના કાર્યક્રમમાં લગભગ છ હજાર લોકો PM મોદી સાથે યોગ કરવાના હતા. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'સ્વ અને સમાજ માટે યોગ' હતી. 2015 માં તેની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મુખ્ય વ્યક્તિ છે.