રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજે મહત્વપૂર્ણ ઉચ્ચ-સ્તરીય કેબિનેટ બેઠક યોજશે, જાણો વિગતે

 
મોદી
અમેરિકાના પગલા પર ભારતના વ્યૂહાત્મક પ્રતિભાવ પર ચર્ચા થવાની અપેક્ષા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકાએ ભારત સહિત ડઝનબંધ દેશો પર સત્તાવાર રીતે ટેરિફ લાદવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે ટેરીફ સામે રણનીતિ ઘડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે એક મહત્વપૂર્ણ ઉચ્ચ-સ્તરીય કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ભારે ટેરિફ વધારાનો પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવશે.આ ઉપરાંત આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવી શકે છે.અમેરિકાએ ભારતીય માલ પર ટેરિફ 50 ટકા વધારવાનો નિર્ણય લીધા પછી બંને દેશો વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ બેઠકમાં અમેરિકાના પગલા પર ભારતના વ્યૂહાત્મક પ્રતિભાવ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ગુરુવાર મધ્યરાત્રિથી, 60 થી વધુ દેશો અને યુરોપિયન યુનિયનમાંથી આવતા ઉત્પાદનો પર 10 ટકા કે તેથી વધુ ટેરિફ વસૂલવામાં આવશે.જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા ઉત્પાદનો પર 15 ટકા કર લાદવામાં આવશે, જ્યારે તાઇવાન, વિયેતનામ અને બાંગ્લાદેશથી આયાત થતી વસ્તુઓ પર 20 ટકા કર લાદવામાં આવશે. ટ્રમ્પને એવી પણ આશા છે કે યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કરશે.ભારતીય માલ પરના નવા ટેરિફથી અમેરિકનોના રસોડાને પણ અસર થશે. કારણ એ છે કે નવા ટેરિફથી ભારતમાંથી આયાત થતા મસાલા મોંઘા થશે, જેના કારણે ખોરાકનો ખર્ચ વધશે.

ગઈકાલે એક વેપાર સંગઠને ચેતવણી આપી હતી કે ઘરના રસોડા, રેસ્ટોરાં અને મોટા ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા ભારતમાંથી આયાત કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફથી ખર્ચ વધી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, ગયા વર્ષે અમેરિકાએ ભારતમાંથી 410 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના મસાલા આયાત કર્યા હતા.દ્વિપક્ષીય વેપાર કરાર અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટેરિફની જાહેરાત અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પછી, વડા પ્રધાન મોદીનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.