રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવશે, ડેડિયાપાડા ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે

 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. જેમાં નર્મદાના ડેડીયાપાડા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિમાં હાજરી આપશે. તેમના કાર્યક્રમને ધ્યાનમાં લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. તેમજ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે.સુરત થી 8.39 વાગે ડેડીયાપાડા હેલિકોપ્ટર દ્વારા આગમન થશે. તથા આદિવાસીના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરી ડેડીયાપાડા આવશે. તેમજ ડેડીયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાઅંજલી અર્પણ કરશે. તથા ડેડીયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

તાજેતરમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીમાં સહભાગી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 નવેમ્બરે દેશભરમાં ‘આદિવાસી ગૌરવ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે થશે. બિરસા મુંડા એ આદિવાસી સમાજમાં જાગૃતિ અને સ્વાભિમાનની ભાવના ફેલાવી હતી.

બ્રિટિશ શાસન વિરુદ્ધના તેમના બળવાન આંદોલનને કારણે તેમને ‘ધરતી આબા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનાં યોગદાનને માન આપી કેન્દ્ર સરકારે તેમની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિન’ તરીકે જાહેર કરી છે, જે આદિવાસી ગૌરવ દિન આ વર્ષે નર્મદાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ઉજવાશે. આ પ્રસંગે PM Modi ડેડિયાપાડા ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્ર PM Modi સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હેલિકોપ્ટર મારફતે ડેડિયાપાડા જશે. જે બાદ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના સંબોધન સાથે અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકા શક્યતા છે.