રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા પ્રવાસે જશે, જાણો વિગતે

 
મોદી
અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકા પ્રવાસે જઈ રહ્યાં છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદીની તેમની સાથે આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકાની ટેરિફની ધમકીઓ અને ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓના નિર્વાસન વચ્ચે થઈ રહી છે.ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના એક મહિનામાં મોદીની આ અમેરિકા યાત્રા પર વિશ્વની નજર છે.

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ દ્વિપક્ષીય બેઠકમાં ઇમિગ્રેશન, સુરક્ષા અને વેપાર સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.મોદીની અમેરિકા યાત્રા વિશે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, મોદી ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ અમેરિકા સાથે જોડાનારા પ્રારંભિક વૈશ્વિક નેતાઓમાંના એક હશે. તેમણે જણાવ્યું કે, અમેરિકા ખાતે ટ્રમ્પના નવા પ્રશાસનના પદભાર ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીને અમેરિકા યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે ભારત-અમેરિકા ભાગીદારી માટે મહત્વપૂર્ણ છે. નરેન્દ્ર મોદી સરકારની નબળી વિદેશનીતિને કારણે દેશભરમાં ખુબ જ આલોચના થઈ રહી છે. જે રીતે ભારતીયોને બાંધીને ભારત લવાયા તેને લઈને લોકોમાં ખુબ જ નારાજગી છે. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકાર આ મુદ્દે આગળ કેવા પગલા ભરે છે.