રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીનો રશિયા પ્રવાસ વચ્ચે મોસ્કોનો મોટો નિર્ણય, જાણો વિગતવાર

 
નરેન્દ્રમોદી

પીએમ મોદીનો રશિયામાં આજે બીજો દિવસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયામાં આજે બીજો દિવસ છે. આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના પી એમ નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ચર્ચામાં મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત થશે. આ ઉપરાંત જમ્મુ કાશ્મિરમાં કઠુઆમાં આતંકવાદી હુમલામાં 5 જવાન શહીદ થયા છે આ પાંચ દિવસની અંદર બીજો આતંકી હુમલો છે.

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો રશિયન સેનામાં ફસાયા હોવાના અહેવાલો છે અને રશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં આ ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. વ્લાદિમીર પુટિન. હવે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ રશિયન આર્મીમાં ભરતી થયેલા ભારતીયોને રજા આપીને ભારત પરત મોકલવામાં આવશે, જે આ ભારતીયો અને તેમના પરિવારો માટે એક સારા સમાચાર છે.

મોસ્કો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા આ મુદ્દો વ્લાદિમીર પુતિન સાથે ઉઠાવ્યો હતો અને રશિયન આર્મીમાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માંગ કરી હતી અને બંને વચ્ચે પહેલી મુલાકાત બાદ તેઓ બીજી વખત પણ મળ્યા હતા આ પહેલા રશિયાએ ભારતની માંગ સ્વીકારી લીધી છે અને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર થયેલા હુમલામાં ચાર સૈનિકો શહીદ થયા છે. આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. તેઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.