રિપોર્ટ@દેશ: સંસદમાં રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવતા થયો હંગામો, સ્પીકરે વિરોધ કર્યો

 
રાહુલ ગાંધી
ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમના માટે સત્તા મહત્ત્વ ધરાવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શંકરની તસવીર બતાવતા સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા હતા. રાહુલ ગાંધીએ સદનમાં કહ્યું કે શું સદનમાં શિવજીની તસવીર બતાવી નથી શકતા. આ સાથે જ હંગામો થયો હતો.લોકસભામાં રાહુલ ગાંધી બોલતા હતા. તેઓએ જય બંધારણ સાથે પોતાની સ્પીચ શરૂ કરી હતી અને કહ્યું કે સારૂ લાગી રહ્યું છે કે દર બે-ત્રણ મિનિટ પર ભાજપના લોકો બંધારણ-બંધારણ કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે દેશના લોકો સાથે મળીને તેની રક્ષા કરી છે. વિપક્ષ આઇડિયા ઓફ ઇન્ડિયાને બચાવી રહ્યું છે. તેમને લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન ભગવાન શંકરની તસવીર બતાવી હતી. ઓમ બિરલાએ ટોકતા નિયમ પુસ્તક કાઢ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે સદનમાં અમે શિવજીની તસવીર પણ બતાવી નથી શકતા. તમે મને રોકી રહ્યાં છો. મારી પાસે અન્ય તસવીરો હતી જેને બતાવીને કહેવા માંગતો હતો કે શિવજીએ કેવી રીતે રક્ષા કરી.રાહુલ ગાંધીએ ભગવાન શિવને પોતાના માટે પ્રેરણા ગણાવતા કહ્યું કે તેમનાથી વિપરીત પરિસ્થિતિમાં સંઘર્ષની પ્રેરણા મળી, તેમના ડાબા હાથમાં ત્રિશૂલનો અર્થ અહિંસા છે. અમે કોઇ હિંસા વગર સત્યની રક્ષા કરી.

ભાજપ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે તેમના માટે સત્તા મહત્ત્વ ધરાવે છે. તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે પરમાત્મા પીએમ મોદીની આત્મા સાથે સીધા વાત કરે છે. અમે લોકો જીવ છીએ પરંતુ પીએમ નૉન બાયોલોજિકલ છે. આ સાથે જ તેમને એમ પણ કહ્યું કે લોકો કહે છે કે ગાંધીજી મરી ગયા છે પરંતુ ગાંધીજી ક્યારે નહીં મરે. તે હંમેશા જીવતા રહેશે.