રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધીએ વાયનાડના લોકો માટે લખ્યો ભાવાત્મક પત્ર, 'તમે મારું ઘર અને મારો પરિવાર છો’

 
Rahul gandhi

તમે મારા પરિવારનો હિસ્સો છો અને હું તમારા દરેક માટે હંમેશા હાજર રહીશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડના લોકો માટે ભાવાત્મક નોટ લખી છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને સંસદીય ક્ષેત્રોથી લોકસભા ચૂંટણી જીત્યા છે, પરંતુ બંધારણીય નિયમોને કારણે, તેમણે તેમની વાયનાડ બેઠક છોડી દીધી છે અને રાયબરેલીથી સાંસદ રહેવાનું પસંદ કર્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કેરળના વાયનાડથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર તેમની ભાવનાત્મક નોંધ પોસ્ટ કરી છે અને વાયનાડના લોકો માટે લખ્યું છે કે ‘તમે મારું ઘર અને મારો પરિવાર છો.’ તેઓએ લખ્યું કે, ‘વાયનાડના પ્રિય બહેનો અને ભાઈઓ, તમે મારા માટે જે કર્યું છે તેના માટે તમારો આભાર કેવી રીતે આપું તે મને સમજાતું નથી. જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મને આપેલા પ્રેમ અને રક્ષણ માટે. તમે મારા પરિવારનો હિસ્સો છો અને હું તમારા દરેક માટે હંમેશા હાજર રહીશ. તમારો ખૂબ ખૂબ આભાર.’