રિપોર્ટ@દેશ: બિહારમાં ભાજપના નેતાનો મૃતદેહ મળતાં હડકંપ, મોતનું કારણ અકબંધ

 
ક્રાઇમ
મૃતક હાલ ભાજપ કાર્યસમિતિના સભ્ય હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બિહારના અરરિયા જિલ્લાના શહેર પોલીસ સ્ટેશનની હદમાં ભાજપના એક નેતાનું શબ તેમના પડોશીના ઘરમાંથી મળી આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેના માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરૂવારે મોડી રાતે અરરિયા શહેર પોલીસ સ્ટેશનની હદમાં શિવપુરી મોહલ્લા વોર્ડ નિવાસી એનકે ગુપ્તાના આવાસમાંથી અરરિયા જિલ્લાના પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ રાજીવ કુમાર શબ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે.

મૃતક હાલ ભાજપ કાર્યસમિતિના સભ્ય હતા. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચી શબ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અરરિયાના પોલીસ  અધિકારીના નિર્દેશ પર આ સમગ્ર મામલાના તપાસ માટે અનુમંડલ પોલીસ પદાધિકારીના નેતૃત્વ હેઠળ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. શબ પર કોઈપણ પ્રકારના ઘા કે નિશાન નથી, પરંતુ મોઢા અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું વાસ્તવિક કારણ જાણવા મળશે.