રીપોર્ટ@દેશ: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 26થી વધુ નક્સલીઓ ઠાર

એક જવાન શહીદ અને એક ઘાયલ થયો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છત્તીસગઢના નારાયણપુ જિલ્લામાં આજે 21 મેના રોજ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આ અથડામણ દરમિયાન, સુરક્ષા દળોએ બસવ રાજુ સહિત ૨૭ નક્સલીઓને ઠાર માર્યા, જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું. આ અથડામણ દરમિયાન એક જવાન શહીદ થયો હતો. જ્યારે એક ઘાયલ થયો હતો. આજે છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
આ એન્કાઉન્ટરમાં ૨૭ નક્સલીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, જેમાં બસવ રાજુનો પણ સમાવેશ થાય છે. બસવ રાજુને નંબલ્લા કેશવ રાવ, કૃષ્ણ, વિનય, ગંગન્ના, બસવરાજ, પ્રકાશ, ગગન્ના, વિજય, કેશવ, બીઆર, ઉમેશ, રાજુ, દારાપુ નરસિંહા રેડ્ડી અને નરસિંહા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તે શ્રીકાકુલમ આંધ્રપ્રદે રાજ્યના કોટાબોમ્મલીના જિયાનાપેટનો રહેવાસી હતો. તે 2018થી સીપીઆઈ માઓવાદીનો મહાસચિવ હતો. તે સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. બસવરાજ એનઆઈએના બે કેસમાં પણ વોન્ટેડ હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી - એનઆઈએએ 2012 અને 2019માં બસવરાજ વિરુદ્ધ બે FIR નોંધી હતી. 2019ની ઘટનામાં, IED વિસ્ફોટ દ્વારા પાંચ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અબુઝહમાડ વિસ્તારમાં સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું, 'અમારો એક સૈનિક ઘાયલ થયો છે, તે ખતરાથી બહાર છે. સૈનિકોએ ચમત્કાર કર્યો છે, 26થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. અંતિમ શોધ કામગીરી ચાલુ છે. મોટા નક્સલીઓ માર્યા જવાની શક્યતા છે. નારાયણપુર, સુકમા અને બીજાપુર એવા વિસ્તારો છે, DRG સૈનિકોએ ત્યાં હિંમત બતાવી છે.