રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં વિશેષ કોર્ટે આપ્યા જામીન, મામલો શું હતો? જાણો

 
Rahul gandhi
કોંગ્રેસે પૂર્વ સરકાર સામે ભ્રષ્ટાચાર રેટ કાર્ડ પ્રકાશિત કર્યો હતો

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે માનહાનિના કેસમાં મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક ભાજપના એમએલસી કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વિશેષ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. ખરેખર તો કર્ણાટક ભાજપે કોંગ્રેસ સામે મુખ્યધારાના અખબારોમાં કથિતરૂપે જુઠ્ઠી જાહેરાતો આપવાનો આરોપ મૂક્યો હતો. જાહેરાતમાં રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર 2019-2023 ના શાસનકાળ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ મૂકાયો હતો.

ભાજપના નેતાએ ફરિયાદમાં કહ્યું હતું કે તમામ લોક નિર્માણ કાર્યોમાં 40 ટકા કમીશન લેવાનો આરોપ લગાવતા કોંગ્રેસે પૂર્વ સરકાર સામે ભ્રષ્ટાચાર રેટ કાર્ડ પ્રકાશિત કર્યો હતો. ફરિયાદીએ કોંગ્રેસ પર પૂર્વ ભાજપ સરકારને બદનામ કરવા અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ભાજપે આરોપ મૂક્યો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર તેમના એકાઉન્ટ પર આ વાંધાજનક જાહેરાત પોસ્ટ પણ કરી હતી.