રીપોર્ટ@દેશ: કેન્દ્ર સરકારે દિગ્ગજ નેતાઓની સુરક્ષાને લઈને કર્યો મોટો નિર્ણય, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના દિગ્ગજ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે NSG ને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારે થોડા મહિનામાં નવ અત્યંત જોખમી VIP લોકોની સુરક્ષાની જવાબદારી CRPF ને સોંપવાનો આદેશ આપ્યો છે. આ 9 VIP લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓના નામ છે.
ગૃહ મંત્રાલયના સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે VIP ની સુરક્ષા હેઠળ NSG તૈનાત છે તેમની સુરક્ષા માટે હવે CRPF તૈનાત કરવામાં આવશે. આ સમગ્ર ફેરફાર લગભગ 2 મહિનામાં પૂર્ણ થશે.નેશનલ સિક્યોરિટી ગાર્ડના ‘બ્લેક કેટ’ કમાન્ડો દ્વારા સુરક્ષિત કરાયેલા નવ ‘Z Plus’ સ્તરના VIPs માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, BSP પ્રમુખ માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રીનો સમાવેશ થાય છે.
સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ, નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ. હવે તેમની સુરક્ષા CRPFને આપવામાં આવશે.ગૃહ મંત્રાલયે CRPF ની VIP સુરક્ષામાં વિશેષ પ્રશિક્ષિત સૈનિકોની નવી બટાલિયનને જોડવાની પણ મંજૂરી આપી છે. હાલમાં CRPF પાસે 6 VIP સુરક્ષા બટાલિયન છે. આ બટાલિયનને તાજેતરમાં સંસદની સુરક્ષામાંથી હટાવી દેવામાં આવી હતી.