રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીની શપથવિધિમાં હાજરી આપી આ હસ્તી સૌને ચોંકાવી શકે છે, કોણ છે? જાણો

 
રાજકારણ
બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા મોદી સરકાર 3.0ની શપથવિધિમાં ભાગ લઈ શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમત મળતાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. 9 જૂને વડાપ્રધાન પદે શપથ લેશે. આ કાર્યક્રમમાં અનેક દેશના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે. જેમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુનું પણ નામ સામેલ છે. મોહમ્મદ મુઈજ્જુ માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો નબળા પડ્યા છે. જેઓ બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા મોદી સરકાર 3.0ની શપથવિધિમાં ભાગ લઈ શકે છે.

માલદીવ સરકારના અધિકારીના અહેવાલે જાણવા મળ્યું છે કે, મુઈજ્જુ નરેન્દ્ર મોદીના શપથવિધિ કાર્યક્રમ માટે દિલ્હી પહોંચશે. જો કે, સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આ નથી. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ, મોરિશિયસ અને સેશેલ્સના નેતાઓને આમંત્રણ આપી શકે છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલવિક્રમસિંઘે, અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આ સમારોહમાં હાજર રહી શકે છે.

2024માં નરેન્દ્ર મોદીની શપથવિધિ કાર્યક્રમમાં માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ભારત આવ્યા હતા. જો કે, 2019માં BIMSTEC દેશોને આમંત્રિત કર્યા હોવાથી માલદીવ્સના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યુ ન હતું. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લક્ષદ્વીપ ટાપુની મુલાકાત લીધા બાદ માલદીવ્સના સત્તાધીશોએ આક્ષેપો અને ટીકા કરતાં ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. 2023માં મુઈજ્જુ સત્તા પર આવ્યા બાદ ચીનનુ સમર્થન આપી રહ્યા છે, પોતાના ચૂંટણી મુદ્દામાં ભારતીય સૈન્યને દેશમાંથી બહાર કરવાનો પ્રચાર કર્યો હતો. સત્તા પર આવ્યા બાદ વચન પૂર્ણ કર્યું હતું. ભારતીય સૈન્ય હવે માલદીવ્સમાં ઉપસ્થિત નથી.મુઈજ્જુએ એનડીએની જીત બાદ બુધવારે મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.