રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો શું છે પ્લાન? સહયોગી પક્ષોને લાગી શકે છે ઝટકો

 
પીએમ મોદી
ભાજપ હવે એકલા ચાલો રેની નીતિ પર જમ્મુ-કાશ્મીરમાં આગળ વધવા માગે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય પરિસ્થિતિ અને વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને કાશ્મીરમાં ભાજપને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી 90 બેઠકો પર ચૂંટણી લડશે. જેનાથી તેમના સહયોગી પક્ષોને ઝટકો લાગી શકે છે કેમ કે ભાજપ હવે એકલા ચાલો રેની નીતિ પર જમ્મુ-કાશ્મીરમાં આગળ વધવા માગે છે.

 

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ પોતાના જોરે સરકાર બનાવી શકે તેવી શક્યતાઓને લઈને ચર્ચા  ચાલી રહી છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જમ્મુના પ્રવાસે જશે. તેઓ જમ્મુમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે અમિત શાહ સહિતના રાજ્યના વરિષ્ઠ નેતાઓની રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક યોજાઈ હતી.

 

રાત્રે 9 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. તેમાં જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈના, રાજ્યના મહાસચિવ અશોક કૌલ, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, સાંસદ જુગલ કિશોર શર્મા અને ગુલામ અલી ખટાના પણ હાજર હતા. પ્રદેશ ભાજપ મહાસચિવ અશોક કૌલે કહ્યું કે આજે જમ્મુમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં રાજ્ય ભાજપના વિવિધ એકમોના અધિકારીઓની બેઠક યોજાશે.