રિપોર્ટ@દેશ: સમાજવાદી પાર્ટીના આ વરિષ્ઠ નેતાએ ખુદને ગોળી મારી કરી આત્મહત્યા, વિગતવાર જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષે ડીપી યાદવે આજે શનિવારના રોજ સવારે ગોળી મારી આત્મહત્યા કરી છે. સૂચના મળતાં તેમના પરિવારજનો અને કાર્યકરો તેમના બુદ્ધિવિહાર આવાસ પહોંચ્યા હતા. પૂર્વ રાજ્યસભા સાંસદ વીરસિંહે પોલીસને આ મામલે સૂચના આપી હતી. હાલ, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી.ડીપી યાદવ સમાજવાદી પાર્ટીના પ્રણેતાઓ પૈકી એક હતા. તેમને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પદ મળ્યુ ન હતું. તેમ છતાં તે પાર્ટીની મજબૂતી માટે કામ કરતાં રહ્યા હતા.
ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાર્ટીના ગઠબંધનના પગલે તેમના સાળા અને સપા જિલ્લા અધ્યક્ષ જયવીર સિંહને પદ પર દૂર કરી તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ડીપી યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન ડો. એસટી હસનના સ્થાને રૂચી વીરાને ઉમેદવાર બનાવવા બદલ વિરોધ કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થયા ન હતાં. તેમની ફરિયાદ સપા પ્રમુખ અખિલેશ યાદવને કરવામાં આવતાં જિલ્લા અધ્યક્ષ પદ પરથી દૂર કરી ફરી જયવીર સિંહને જિલ્લાધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારથી તેઓ રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રહ્યા હતા.