રિપોર્ટ@દેશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને લઈને કરી મોટી જાહેરાત

 
અમિત શાહ
ગૃહ મંત્રાલયે પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓ બનાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને અમિત શાહે લખ્યું છે કે, વિકસિત અને સમૃદ્ધ લદાખ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અનુરુપ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ પાંચ જિલ્લાના નામ પણ જાહેર કરાયા છે, જેમાં ઝાંસ્કાર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગ સામેલ છે. શાહે કહ્યું કે, લદાખના દરેક ભાગમાં શાસનને મજબૂત કરીને પ્રજાને તેમના ઘર સુધી લાભ પહોંચાડવામાં આવશે. મોદી સરકાર લદાખની પ્રજા મોટા પાયે તકો આપવા માટે પ્રતિબદ્ધ છે. હવે લદાખમાં વધુ પાંચ નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે. આ સાથે લદાખમાં કુલ 7 જિલ્લાઓ થઈ જશે. 1979 માં લદાખને કારગિલ અને લેહ જિલ્લામાં વહેંચવામાં આવ્યો હતો.

વર્ષ 1989માં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. ત્યાર બાદ 1990 ના દાયકામાં જ લદાખને કાશ્મીરી શાસનમાંથી મુક્ત કરવા માટે લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. તે 5 ઓગસ્ટ 2019 ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. લદાખ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, 'લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાથી શાસન સુધારવામાં મદદ મળશે. એનાથી લોકોને સેવાઓ અને તકો પહોંચાડવામાં મદદ મળશે.’