રિપોર્ટ@દેશ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું એલાન, સામાન્ય જનતાને મળશે મોટી રાહત

 
નીતિન ગડકારી
6500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ થઈ શકે છે. આનાથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે. મુંબઈમાં અમર હિંદ મંડળ દ્વારા આયોજિત 78મા વસંત વ્યાખ્યાન શ્રેણી કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નવી ટોલ નીતિ આગામી 15 દિવસમાં લાગુ કરવામાં આવશે. લોકોની ટોલ કર્મચારીઓ સાથેની માથાકૂટ અટકી જશે અને ફાસ્ટેગ લેન દ્વારા લોકો કોઈપણ મુશ્કેલી વિના ઝડપી ગતિએ ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકશે.

નવી ટોલ નીતિમાં, વાર્ષિક ફી ચૂકવવી પડશે, જેના પછી તમે એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી મુસાફરી કરી શકશો. ખાનગી કાર ચાલકો માટે 3,000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જોકે, કોમર્શિયલ વાહનો અને બાઇક માટે ફી કેટલી હશે તે હજુ નક્કી થયું નથી. ટુ-વ્હીલર્સને પહેલાની જેમ ફ્રી કેટેગરીમાં રાખવામાં આવશે. આ નીતિ એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે.

જો તમે વર્ષમાં ફક્ત 500 કિલોમીટરની મુસાફરી કરો છો, તો તમારે એક રાઉન્ડ ટ્રીપ માટે 2100 થી 2400 રૂપિયા ખર્ચ કરવા પડશે. જો તમે ચાર વખત 500 કિલોમીટર મુસાફરી કરો છો, તો તમારે 6500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિ અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. આવી સ્થિતિમાં, આ નીતિ ક્યારે લાગુ થશે અને આ નીતિ હેઠળ લોકોને કઈ સુવિધાઓ મળશે તે કહેવું મુશ્કેલ છે. આ વિશે કંઈ કહેવું મુશ્કેલ હશે. જોકે નીતિન ગડકરીએ આગામી 15 દિવસની બહુ સ્પસ્ટ વાત કરી છે અર્થાત તે જાહેર થઈ શકે છે.