આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાની સગીરાને ગામનો જ યુવક ભગાડી ગયો હોવાની ઘટના બની છે. સગીરા 20 દિવસથી લાપતા હોઇ પરિવારને કોરોના કરતાં પણ વધુ ફફડાટ ઉભો થયો છે. સગીરાના પિતાએ ભારે ગભરાહટ વચ્ચે શંકાસ્પદ આરોપીના પિતા કહેવા જતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીના પિતા જાણતાં હોય તેમ પાંચ દિવસમાં તારી દિકરી લાવી દઈશું એવો જવાબ મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામની સગીરાને લાલચ આપી ગામનો જ ઈસમ ભગાડી ગયો હોવાની ફરીયાદ દાખલ થઇ છે. ડીસા ગ્રામ્ય પોલીસ મથકે સગીરાના પિતાએ ઠાકોર હકાજી સુરાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બન્યાને 17 દિવસથી વધુનો સમય વિતી ગયો છતાં દિકરી નહિ મળતાં પરિવાર ફફડાટ વચ્ચે આવ્યો છે. ગત 23 માર્ચે દાખલ કરેલી ફરિયાદ મુજબ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સગીરા ગુમ થતાં તેના પિતા શંકાસ્પદ ઇસમના ઘેર ગયા હતા. જ્યાં તમારો દિકરો મારી દિકરીને ભગાડી ગયો હોઇ બોલાવો એવું કહ્યું હતું. જેની સામે શંકાસ્પદ આરોપીના પિતાએ તારી દિકરી પાંચ દિવસમાં લાવી દેશું એવું કહેતા આરોપી હોવાની ખાત્રી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીરાને ગામનો જ ઈસમ ભગાડી ગયો હોવાની ફરિયાદને સમય વીતી રહ્યો છે. આથી પરિવારને કોરોના મહામારી વચ્ચે દિકરી હેમખેમ પરત આવશે કે કેમ ? દિકરી સાથે કંઈ અયોગ્ય તો નહિ બને ને ? આ તમામ મુઝવણો સતાવી રહી છે. આવી સ્થિતિમાં પિતાને પોતાની વધુ ત્રણ દિકરીઓ ઉપર ખોટી અસર ન પડે તેની ચિંતા પરેશાન કરે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code