રીપોર્ટ@દિલ્હી: CJPના દેખાવોને પગલે હાઈએલર્ટ, અભિજિત દીપકે સહિત 400થી વધુની અટકાયત

 
વિરોધ
અભિજીત દીપકેની વિમાનમાંથી જ અટકાયત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીમાં આજે સીજેપીના દેખાવોને પગલે હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. સંપૂર્ણ દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવી છે. ત્યારે દેખાવો કરવા માટે જંતર મંતર તરફ આગળ વધી રહેલા લોકોની અટકાયતનો દોર પણ શરૂ થઇ ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં 400 થી વધુ દેખાવકારોની અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે કલમ 163 લાગુ હોવાથી દિલ્હીમાં જંતર મંતર સહિત અનેક વિસ્તારોમાં ભીડ એકઠી કરવાની મનાઈ છે. આ દરમિયાન દેખાવો કરવા માટે એકઠા થનારા લોકોને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. સીજેપીના ટોચના નેતાઓની અટકાયત બાદ હવે ડાબેરી પક્ષો જંતર મંતર પહોંચી ગયા છે. અહીં એસએફઆઈ અને લેફ્ટના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ લોકોની પણ અટકાયત કરી લીધી હતી.

રાજધાની દિલ્હીમાં આજે ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ (BJP) મુખ્યાલય નજીક ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન અને ડાબેરી પક્ષોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું છે. બીજી તરફ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સંબંધિત મુદ્દાઓને લઈને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પણ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે પ્રદર્શનનું આહ્વાન કરાતા સુરક્ષા ચાંપતી કરી દેવાઈ છે.અભિજિત દીપકે સહિત વિવિધ સીજેપી નેતાઓની અટકાયત બાદ એક પ્રિ-રેકોર્ડેડ વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિજિત દીપકે કહે છે કે મારી અટકાયત બાદ સીજેપીના આંદોલનનું નેતૃત્વ અજિંક્યા શિંદે કરશે.સીજેપી નેતા અભિજિત દીપકે આજે દિલ્હી માટે રવાના થયા ત્યાં દેખાવો શરૂ ન કરી શક્યા. કેમ કે પ્લેનમાંથી ઉતરતા પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સૌની વચ્ચે દીપકે માટે એક દુઃખદ સમાચાર એ આવ્યા હતા કે તેમના દાદીનું નિધન થઈ ગયું છે.તણાવપૂર્ણ બની છે. નવી દિલ્હી સ્થિત આકાશવાણી ભવન નજીક તૈનાત પોલીસ કર્મચારીઓ પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પથ્થરમારામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી પથ્થરમારો કરનારા અનેક લોકોની અટકાયત કરી લીધી છે.આજે સવારથી જ છાવણીમાં ફેરવાયેલી દિલ્હીમાં વિવિધ ઠેકાણાઓથી અટકાયતનો દોર ચલાવાયો છે. જાણીતા યુટ્યુબર ધ્રૂવ રાઠી બાદ વિમાનમાં ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત સીજેપીના અન્ય નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે દિલ્હીમાં વિવિધ જગ્યાઓ પરથી જંતર મંતર તરફ આગળ વધી રહેલા એક હજારથી વધુ દેખાવકારોની અટકાયત કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.અભિજીત દીપકેની વિમાનમાંથી જ કરાયેલી અટકાયત સામે તેમના માતાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે આ યોગ્ય નથી કર્યું અને દેશ માટે કામ કરી રહેલા બાળકો સામે આવી આકરા પાણીએ કાર્યવાહી કોણ કરે છે.

કેજરીવાલે કહ્યું કે દેશમાં ઈમરજન્સી કરતા પણ ખરાબ સમય, મોદી સરકારના શાસનમાં તાનાશાહી જેવી સ્થિતિ છે. સીજેપીના નેતાઓની અટકાયત બતાવે છે કે જ્ઞાનેશ કુમારે જવુ જ પડશે. તેમની સાથે હવે પીએમ મોદીની સરકાર પણ જશે.સીજેપી લીડર અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર સામે નિશાન તાકતા કહ્યું કે આવુ તો પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં પણ નહોતું થયું. આજે એના કરતા પણ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. સીજેપીના નેતાઓ સાથે રહે કે ન રહે પણ દેખાવો અને આંદોલન તો ચાલુ રહેશે અને જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી રાજીનામુ આપવુ જ પડશે.

વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત રાંકા, અને સૌરવ દાસ સહિતના સીજેપી નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. અભિજિત દીપકેએ આ દરમિયાન કહ્યું હતું કે હું ડરવાનો નથી. તેની સાથે આશુતોષ રાંકા, સૌરવ દાસને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસ વિમાનમાં જ પહોંચી ગઇ હતી. અભિજિત દીપકે અને સીજેપીના અન્ય ટોચના નેતાઓ દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. ધ્રૂવ રાઠી સહિત 150થી વધુ લોકોની અટકાયતના અહેવાલો વચ્ચે અભિજિત દીપકેએ મોટું નિવેદન આપતા કહ્યું કે અમે સરકારની ધમકીઓથી ડરવાના નથી. અમારા અનેક સાથીઓની અટકાયત કરી લેવામાં આવી છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે એકઠા થઈ રહેલા કેટલાક પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.