File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કર્યા છે. બાદ સૌ કોઈ એક્શન મોડમાં આવી ગયાં છે. તેની વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે સાંજે 5 કલાકે રાજ્યમાં વરસાદથી થયેલા નુક્સાનના પગલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલ સહિત કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બેઠકમાં CM ભુપેન્દ્વ પટેલ અને કૃષિમંત્રી રાધવજી પટેલે કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત આસ-પાસના વિસ્તારોમાં ખેતીમાં થયેલા નુક્સાન અને સર્વેની કામદગીરીની સમીક્ષા કરશે તેમજ નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચુકવાય તે અંગે નિર્ણય કરશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code