રિપોર્ટ@ગાંધીનગર: રાજ્ય સરકારની આજે વધુ એક કેબિનેટ બેઠક, કયા મુદ્દાઓની થશે ચર્ચા, જાણો

 
ભુપેન્દ્ર પટેલ

આજની બેઠકને લઇને ચર્ચાઓ જોર પકડ્યુ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. થોડાક દિવસો પહેલા રવિવારે કેબિનેટ બેઠક મળી હતી. આજની બેઠકને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર પાક નુકસાની, કૃષિ, ખેડૂત અને ખાતરને લઇને ચર્ચા કરી શકે છે. આજની બેઠકમાં પીએમ મોદીની ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમને લઇને પણ ચર્ચા થઇ શકે છે. ગુજરાત સરકારની આજે વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. મળતી માહિતી પ્રમાણે,આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. આજની બેઠકને લઇને ચર્ચાઓ જોર પકડ્યુ છે.

આજે સવારે 10 વાગે મળનારી આ બેઠકમાં કેટલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. જેમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમોને લઇને સમીક્ષા કરાશે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાત આવવાના છે. બેઠકમાં એકતા દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ બાદ બાકી સહાય સંદર્ભે સમીક્ષા થશે. કૃષિ વિભાગે સર્વે પૂર્ણ કર્યા બાદ સહાય સંદર્ભે ચર્ચા થશે. રાજ્યમાં યૂરીયા ખાતરની ઘટ સંદર્ભે પણ ચર્ચા થશે. દિવાળી પહેલા યોજાનારા કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે. રાજ્યમાં વર્ગ 4ના કર્મચારીઓના દિવાળી બૉનસ પર પણ ચર્ચા થશે. વિકાસ સપ્તાહની ઉજવણીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.