આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યમાં આમ આદમી પાર્ટીની વધતી જતી સક્રિયતા વચ્ચે ગત દિવસે ગાંધીનગરમાં જનસભા યોજાઇ હતી. જોકે સાંજના સમયે જનસભામાં અચાનક પથ્થરમારાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો હતો. આ સાથે જનસભામાં વિઘ્ન ઉભું કરવાના આશયથી સભામાં ડીજે વગાડવાનું શરૂ કરતાં પોલીસ દ્વારા બંધ કરાવડાવ્યુ હોવાનો પણ આક્ષેપ થયો છે. જેને લઇ હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્રારા આજે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર ખાતે 18-09-21ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમુક અસામાજિક તત્વો દ્વારા સભા દરમ્યાન વિઘ્ન ઉભું કરવાના આશયથી સભામાં ડીજે વગાડવાનું શરૂ કરતાં પોલીસ દ્વારા બંધ કરાવડાવેલ. જે બાદમાં સભાના સ્ટેજ ઉપર ચડવાની કોશિશ કરવામાં આવેલ અને આ બાદ પબ્લિકની વચ્ચે ઉશ્કેરાટનો માહોલ ઉભો કરી પથ્થરમારા જેવી હીન ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે પ્રજાના જાનમાલ નુકસાન અને શાંત એવા ગાંધીનગરના વાતાવરણ ડહોળવાનો ભાજપ પ્રેરિત પ્રયત્નને આમ આદમી પાર્ટી વખોડી કાઢે છે તેવું પાર્ટી દ્રારા કહેવામાં આવ્યુ છે. જેને લઇ પોલીસ કમિશ્નરને આજે એક આવેદનપત્ર પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં આપવામાં આવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આવેદનપત્રમાં 21, 25 અને 26 નવેમ્બરના રોજ યોજાનારી આમ આદમી પાર્ટીની જનસભામાં આ પ્રકારનું નિમ્ન કૃત્ય ન થાય તે માટે પોલીસ કમિશ્નર, ગાંધીનગરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ અંગે પાર્ટી તરફથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી અને પ્રદેશ સંગઠન મંત્રી અમદાવાદ ઝોન હસમુખભાઈ પટેલ દ્વારા કમિશ્નર સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ સાથે આવેદનપત્ર આપી સમગ્ર ઘટના અંગે વિસ્તારપૂર્વક માહિતગાર કરી ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code