File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને આજે સ્વર્ણિમ સંકુલ ખાતે ચેમ્બર ફાળવવામાં આવી જેમાં નવ નિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો. આજે રાજ્યાના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવાઈ છે. કુષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળતા જ ખેડૂતોના હિતની વાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કૃષિમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. આ દરમ્યાન તેઓએ કહ્યું કે, હું સહકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું. APMCને બચાવવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમજ APMC કર્મચારીઓને નુકશાન નહી થાય તેવું પણ રાઘવજી પટેલે કહ્યું છે. આજે સર્ણિમ સંકુલ ખાતે રાઘવજી પટેલે કહ્યું કે, અગાઉ પણ APMC મામલે કેન્દ્રને રજૂઆત કરી હતી. ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર વિચાર કરશે તેમજ ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા હોય છે. ખેડૂતોની આવક ડબલ કરવાનું આયોજન સરકાર કરી રહી છે તેવું કુષિમંત્રી જણાવ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code