રીપોર્ટ@ગાંધીનગર: LRD ઉમેદવારીની અટકાયત, AAP અધ્યક્ષ પહોંચ્યાં સમર્થનમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક છેલ્લા ઘણા સમયથી એલઆરડી ઉમેદવારો પોલીસની ભરતીને લઈ આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં આજ રોજ તેઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમ્યાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. પોલીસ અગાઉ પણ અનેક પ્રદર્શનકારી એલઆરડી ઉમેદવારોની અટકાયત કરી ચુકી છે. જેમાં આજે યુવાનોને ટીંગાટોળી
 
રીપોર્ટ@ગાંધીનગર: LRD ઉમેદવારીની અટકાયત, AAP અધ્યક્ષ પહોંચ્યાં સમર્થનમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા ઘણા સમયથી એલઆરડી ઉમેદવારો પોલીસની ભરતીને લઈ આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં આજ રોજ તેઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમ્યાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. પોલીસ અગાઉ પણ અનેક પ્રદર્શનકારી એલઆરડી ઉમેદવારોની અટકાયત કરી ચુકી છે. જેમાં આજે યુવાનોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એલઆરડી પુરૂષ ઉમેદવારો તેમની સાથે ભરતીમાં થયેલ અન્યાયને લઈ પોતાની માંગ સરકાર સમક્ષ રજુ કરી ચુંક્યા છે. જેમા તેમની શીટો વધારવા મામલે સરકાર અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ છે. જેથી ગાંધીચીંધ્યા માર્ગે યુવાનો આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ સરકારના આદેશથી પોલીસ દ્વારા તેમને વાનમા બેસાડી અટકાયત કરી દેવામાં આવે છે. આજે પણ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં અનેક યુવાનોની ટીગાટોળી કરી અટકાયત કરી દેવામાં આવી હતી.

રીપોર્ટ@ગાંધીનગર: LRD ઉમેદવારીની અટકાયત, AAP અધ્યક્ષ પહોંચ્યાં સમર્થનમાં

આ તરફ સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે, એવામાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બધી શીટો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. તેઓ પણ આજે સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારી ઉમેદવારોને પોતાનુ સમર્થન આપવા સ્થળે પહોંચ્યા હતા. પરંતુ આ દરમ્યાન પોલીસે કાર્યવાહી કરી તમામ આંદોલનકારી યુવાનોને ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી દીધી હતી.