રિપોર્ટ@ગાંધીનગર: આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ

 
આંદોલન

આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી હડતાળ પર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ થયા છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. આ દરમિયાન મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આંદોલનકારી આરોગ્ય કર્મચારીઓને ચાર દિવસ આંદોલન મોકૂફ રાખી તમામ કર્મચારીઓ પોતાના જિલ્લામાં જવાની અને આગામી સોમવારે પરત ફરવાની હાલક કરી હતી.રણજીત સિંહ મોરીથી તબિયત અચાનક ખરાબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી 33 જિલ્લાના પ્રમુખ સામે મિટિંગ પણ યોજવામાં આવી હતી. જ્યારે મિટિંગમાં શું નિર્ણય લેવાયો તેને લઈને કોઈ ચોક્કસ માહિતી ન મળતા આરોગ્ય કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે.

 

રાજ્યમાં આંદોનલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી હડતાળ પર છે, ત્યારે આરોગ્યકર્મીઓ પોતાની પડતર માગને લઈને અડગ છે. જ્યારે સરકારે હડતાળ પૂર્ણ થયા બાદ જ ચર્ચા કરાશે. આ દરમિયાન સરકાર આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર એસ્મા લાગુ કરીને આકરા વલણ અપનાવી રહી છે. તો અમુક કર્મચારીને છૂટા કરી દેવાના પણ આદેશ કરાયા હોવાનું સામે આવ્યું છે. મહાસંઘના પ્રમુખ રણજીત સિંહ મોરીની આગેવાનીમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીને આંદોલન મોકૂફ રાખવાની હાલક કરી હતી. આંદોલન શરૂ હોવાનું કહ્યું છે અને આગામી સોમવારે ગાંધીનગર આવવા જણાવ્યું હતું.