રીપોર્ટ@ગાંધીનગર: ગૃહમંત્રી અમિતશાહના હસ્તે કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 200.94 કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ તેમજ રૂ. 352.76 કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રૂ.45.70 કરોડ તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. 107.85 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કુલ રૂ. 8.91 કરોડના ખર્ચે બાસણ, પાલજ અને પોર ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું લોકાર્પણ, રૂ. 5.43 કરોડના ખર્ચે વાવોલ તથા પેથાપુર ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. 15.02 કરોડના ખર્ચે અંબાપુર, વાવોલ અને કોલવડા ખાતે તળાવ, રૂ. 4.19 કરોડના ખર્ચે કોટેશ્વર, જુના કોબા અને નવા કોબા ખાતે ગાર્ડન, રૂ. 4.68 કરોડના ખર્ચે ચ-૦ થી ઘ-૦ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ કરવામાં આવેલ લેન્ડસ્કેપીંગ, રૂ. 4.98 કરોડના ખર્ચે સેક્ટર-13,24,29 ઇન્દ્રોડા અને બાસણ ખાતે સ્કૂલો, રૂ. 75.08 કરોડના ખર્ચે બોરીજ, અંબાપુર, વાવોલ, રાંદેસણ, કોલવડા, સરગાસણ અને ટી.પી. વિસ્તારમાં પાણીની લાઈન અને ગટરની લાઈ, રૂ. 30.97 કરોડના ખર્ચે ભાટ ખાતે 1 STP, રૂ. 7.97 કરોડના ખર્ચે સરગાસણ ખાતે નવીન ફાયર સ્ટેશન, રૂ. 16.45 કરોડના ખર્ચે ચ-રોડ પર સેક્ટર-૨૧થી ૨૨ ને જોડતા રસ્તા ઉપર અન્ડરપાસ, રૂ. 10.90 કરોડના ખર્ચે સરગાસણ કેનાલની બંને બાજુએ ડેવલપ કરેલ રોડનુ લોકાર્પણ કર્યું.
રૂ.5.17 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને સોલાર પેનલ તેમજ રૂ.11.19 કરોડનાખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ્બ્યુલન્સ, સ્પોર્ટસ કીટ, સેન્ટ્રલ લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગ જેવી સુવિધાઓ સહિત રૂ. 200.94 કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.તેવી જ રીતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 26.57 કરોડના ખર્ચે ખોરજ, જુના તેમજ નવા કોબા, સરગાસણ, કોલવડા, વાવોલ, પેથાપુર અને રાંધેજા ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું ખાતમુહુર્ત, રૂ.10 કરોડના ખર્ચે સેક્ટર- 7,21,22,23, ધોળાકુવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. 4.25 કરોડના ખર્ચે સેક્ટર-4 ખાતે તળાવ, રૂ.50.23 કરોડના ખર્ચે કોલવડા, નભોઈ, પેથાપુર, વાવોલ અને સરગાસણ ખાતે પાણીની લાઈન અને ગટરની લાઈન, રૂ. 77.58 કરોડના ખર્ચે ઝુંડાલ, ભાટ, કોટેશ્વર લોકાર્પણ કર્યું.
અમિયાપુર,સુઘડ તથા સેક્ટર-1 થી 30 વિસ્તાર તથા ટી.પી. 238,239 અને 80 ખાતે વરસાદી પાણીની (સ્ટ્રોમ વોટર લાઈન) લાઈન, રૂ. 35.68 કરોડના ખર્ચે કોલવડા, રાયસણ તેમજ નભોઈ ખાતે 3 STP, રૂ. 41.43 કરોડના ખર્ચે કુડાસણ તથા ક-7 ખાતે 2 નવીન ઝોનલ ઓફીસનું તથા કુલ રૂપિયા 0.85 કરોડના ખર્ચે ESRU બિલ્ડીંગ, રૂ.3.40 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની હાલની કાર્યરત આંગણવાડીઓને થીમ આધારિત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રીનોવેશન કામ, રૂ.4.14 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો, રૂ.26.82 કરોડના ખર્ચે કુડાસણ,અમિયાપુર અને પોર ખાતે ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટ, રૂ. 17.89 કરોડના ખર્ચે ઇન્દ્રોડા ખાતે ગુજરાત દર્શન પાર્ક, રૂ.12.55 કરોડના ખર્ચે પોર, અમિયાપુર, બાસણ ખાતે ટ્યુબવેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીન રીચાર્જવેલ, રૂ.9.92 કરોડના ખર્ચે ટી.પી.09 ખાતે નવીન પી.એમ. ઈ-બસ ડેપો, રૂ. 1.38 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ ચીપ ટાઈપ શોપિંગ, રૂ.0.84 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ બોક્ષ ક્રિકેટ, રૂ.13.29 કરોડના ખર્ચે પાલજ ખાતે કોતરનું રી-મોડલિંગ, રૂ. 15.94 કરોડના ખર્ચે સેક્ટર-1 થી 30 માં વિવિધ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ રૂ.352.76 કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.