રિપોર્ટ@ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ નારણપુરાનાંકોર્પોરેટર જયેશ પટેલનાં નિવાસ સ્થાને મુલાકાત લેશે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ, સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ તેઓ નારણપુરાનાં કોર્પોરેટર જયેશ પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લેશે. રાત્રે 8.15 કલાકે ઘાટલોડિયા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર આપશે.
આજે 19 મી નવેમ્બરનાં સવારે 11 વાગ્યે ગાંધીનગર દાંડી કુટીરનાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પોસ્ટ વિભાગનાં ટિકિટ પ્રદર્શનીમાં તેઓ હાજરી આપશે. ત્યાર પછી બપોરે 12 વાગ્યે દહેગામ ખાતેનાં RRU ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 વાગ્યે હિંમતનગરનાં સાબર ડેરીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ સાંજે 4.30 કલાકે શેલા ખાતેનાં તળાવનાં બ્યુટિફિકેશનનાં ખાતમુહૂર્તમાં હાજર રહેશે. રાત્રે 10.30 કલાકે અમિત શાહ દિલ્હી પરત જવા રવાના થશે.