રીપોર્ટ@ગાંધીનગર: હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓની આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટાઈ

તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
17 માર્ચ 2025થી હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની અચોક્કસ હડતાળ બાદ સરકાર સાથે સુખદ સમાચાર થતાં રાજ્યના 33 જીલ્લાના જીલ્લા પંચાયત વિભાગ વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ. એફ.એચ.ડબલ્યુ, એફ.એચ.એસ. એમ.પી.એચ.એસ. અને તાલુકા અને જીલ્લા કક્ષાએ ફરજ બજાવતાં સુપરવાઈઝર ભાઈઓ અને બહેનોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખ, મહામંત્રી, મુખ્યકન્વિનરની સંયુક્ત સંપુર્ણ કારોબારી મીટીંગ ગાંધીનગર ખાતે મળી હતી. આ મીટીંગમાં કર્મચારીઓના પ્રશ્નો અને સરકારી સાથે ચર્ચા મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળને ત્રણ મહિના માટે બ્રેક આપવામાં આવ્યો છે.
ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર, ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર, ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે.