રીપોર્ટ@ગાંધીનગર: ધારાસભ્યો માટે લક્ઝુરિયસ આવાસો તૈયાર, ગૃહમંત્રી અમિતશાહના હસ્તે થશે ઉદ્ઘાટન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં ધારાસભ્યોને હવે નવા ઘર મળશે કારણ કે સેક્ટર 17માં ધારાસભ્યોના નિવાસસ્થાન તૈયાર થઇ ગયા છે અને સંભવીત 23 ઓક્ટોબરે ગૃહ મંત્રી અમિત શાહ ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા મકાનો તૈયાર કરાયા છે અને આગામી 23 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા મકાનોનું ઉદ્ધાટન કરાશે મળતી માહિતી મુજબ, ધારાસભ્યો માટે ગાંધીનગરમાં લક્ઝુરિયસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના વર્તાઇ રહી છે.
સેક્ટર 17માં 200 કરોડથી વધુના ખર્ચે આવાસ બનાવામાં આવ્યા છે. 3 માસ્ટર બેડરૂમ સહિત 5 રૂમ, ફર્નિચર, ફ્રીઝ, ટીવી સહિતની સુવિધા સાથે 9 માળના 12 ટાવર તૈયાર કરવામાં આવ્યો છે.ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન બન્યાધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે. 9 માળના 12 એપોર્ટમેન્ટમાં કુલ 216 ફ્લેટ બનાવાયા છે જેના કારણે ગાંધીનગર આવતા ધારાસભ્યોને રોકાણ કરવામાં સરળતા રહેશે.ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન બન્યા છે. આ 3BHK લકઝુરિયસ ફ્લેટ છે જેમાં તમામ આધુનિક સવલતો રાખવામાં આવી છે. નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે તેમજ ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની તેમાં સુવિધા હશે.