આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

ગાંધીનગર સ્થિત સર્વ શિક્ષા કચેરીને બાંધકામની સ્થળ ચકાસણીમાં મોટી વિગતો ધ્યાનથી આવી છે. કેન્દ્ર સરકાર હેઠળના વાપ્કોસે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મૂકેલા ઈજનેરો પૈકી કેટલાક એકસરખા આવ્યા છે. જેના પ્રાથમિક ન્યૂઝ રિપોર્ટ બાદ સર્વ શિક્ષા અભિયાનની કચેરી સફાળી જાગી હતી. જોકે માત્ર એક પત્ર લખી હજુ વાપ્કોસનો જવાબ આવે ત્યાં સુધી હળવાશ લેવામાં આવી છે. પારદર્શક વહીવટ માટે કડક કાર્યવાહી થવાને બદલે વાપ્કોસનો જવાબ ના મળે ત્યાં સુધી બધું ઠપ્પ કર્યું છે. આવી સ્થિતિમાં હવે વાપ્કોસ પણ કોમન ઈજનેરો ના હોવા બાબતનો જવાબ તૈયાર કરવાની મથામણમાં લાગ્યું છે. દિવા જેવી સ્પષ્ટ વાત છતાં કાર્યવાહી શંકાસ્પદ રીતે હાચબા ગતિએ આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્ર સરકારના જળ સંશાધન મંત્રાલય હેઠળના પબ્લીક એન્ટરપ્રાઇઝના ગુજરાત એકમના કામોને લઈ મોટો ઘટસ્ફોટ થયેલો છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના ટેન્ડરની જોગવાઈ મુજબ ઈજનેરો કામ પૂરું થાય ત્યાં સુધી બંધાયેલા છે. જોકે વાપ્કોસના 3 ઈજનેરો બનાસકાંઠા સર્વ શિક્ષા અને પાટણ માર્ગ મકાનમાં એમ ડબલ જગ્યાએ ફરજ બજાવે છે. શું માત્ર ટેન્ડર મેળવવા વાપ્કોસના એકના એક ઈજનેરો ડબલ જગ્યાએ બતાવી દેવાયા છે? સમગ્ર મામલે ગાંધીનગર સર્વ શિક્ષાના એસપીઈ એ કાગળ લખી વાપ્કોસનો જવાબ માંગ્યો છે. જોકે વાપ્કોસનો જવાબ ના આવે ત્યાં સુધી કાર્યવાહી અધ્ધરતાલ રહી છે. આ અધ્ધરતાલ રહે ત્યાં સુધી વાપ્કોસ કાગળ ઉપર બધું બરાબર કરી લેશે તો પારદર્શક કાર્યવાહીનો કોઈ અર્થ પણ નથી રહેતો તે પણ એક પ્રશ્ન છે.

આ તરફ પાટણ માર્ગ મકાનના અધિકારી ત્રિવેદીએ સ્વિકાર્યું હતું કે, વાપ્કોસને પત્ર લખી ટેન્ડરની શરતોના પાલન બાબતે કહીશું. સૌથી મોટી વાત સામે આવી કે, દિવા જેવી સ્પષ્ટ હકીકત હોવા છતાં સર્વ શિક્ષા અભિયાનના મુખ્ય ઈજનેર નિપુણ ચોક્સી કેમ ઝડપી અને કડક કાર્યવાહી કરતાં ખચખાઇ રહ્યા છે? શું વાપ્કોસ 6 મહિના સુધી જવાબ નહિ આપે તો શું રાહ જોયા કરવાની? વાપ્કોસ તો પોતાની વાત સાચી કહી બધું સાચું હોવાનું જણાવશે તો શું? આ તમામ ગતિવિધિ દરમ્યાન વાપ્કોસનો ટેન્ડરનો સમયગાળો પણ પૂર્ણ થઈ જશે તો?? સર્વ શિક્ષા અને પાટણ માર્ગ મકાન જો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે તો મોટું સ્કેમ બહાર આવી શકે છે. કેન્દ્ર સરકાર હેઠળના વાપ્કોસની કેન્દ્ર સરકારના વિજીલન્સ દ્વારા તપાસ થાય તો વાપ્કોસ સાથે સર્વ શિક્ષા અભિયાનના કામો ઉજાગર થઇ શકે તેવી લોકમાંગ ઉઠી છે.

વાપ્કોસના ઇજનેરોની શંકાસ્પદ કામગીરી કેવી રીતે ?

વાપ્કોસને બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનના કામોની થર્ડ પાર્ટી તપાસનો ઠેકો મળ્યો છે. આ સાથે પાટણ માર્ગ મકાનના કામનો પણ ઠેકો હોઇ બંનેમાં 3 ઈજનેરો એકસરખા છે. આ બાબતે પાટણ માર્ગ મકાનના ડેપ્યુટી ઈજનેર ત્રિવેદીએ જણાવ્યું કે, વાપ્કોસના ઈજનેરોએ અમારે ત્યાં બરાબર કામ કર્યું છે. તો પછી સીધી સાબિતી મળે છે કે, પાટણ માર્ગ મકાનના કામો જોતાં વાપ્કોસના આ 3 ઈજનેરોએ બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષાના કામોની ગુણવત્તાસભર કામગીરી કરી નથી. આનો સીધો મતલબ થાય છે કે, સર્વ શિક્ષાના સંબંધિત ઈજનેરો અને વાપ્કોસની એકબીજાને અનુકૂળ રહેવાની શંકાસ્પદ ભૂમિકા ભજવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code