રિપોર્ટ@ગીરસોમનાથ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલિશન
Aug 19, 2026, 14:53 IST
મસ્જિદ સહિત 4 દુકાનો, 1 રહેણાંક મકાન અને ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફેરવાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બોલાવેલા બુલડોઝરથી સોમનાથ મંદિર નજીકના ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે કલેક્ટર તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આ કામગીરી દરમિયાન મસ્જિદ સહિત ચાર દુકાનો, એક રહેણાંક મકાન અને ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રના અધિકારીઓના દાવા મુજબ, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા આ મિલકતોની ખરીદી કરવામાં આવી હતી. ખરીદ કરાયેલી મિલકતોનો કબ્જો મેળવવા અને કોરિડોરના વિકાસકાર્યો માટે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

