રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર, મોસમનો સરેરાશ 10.46 ટકા જેટલો વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાનો પણ શરુ થઈ ગયો છે ત્યારે ચોમાસુ શરૂ થયાને બે દિવસ થયા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં સૌથી વધારે વરસાદ પડતાં અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 11 ડેમ ને હાઈએલર્ટ પર રખાયા છે જ્યારે 13 ડેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.આજે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ ઉપર છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યના 206 ડેમોમાં પાણી સંખ્યની ટકાવારીની વાત કરીએ તો રાજ્યમાં 9 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 25 ડેમમાં 70થી 100 ટકા વચ્ચે પાણી સંગ્રહ છે. 22 ડેમ 50થી 70 ટકા વચ્ચે અને 55 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. આ ઉપરાંત 95 ટકા ડેમમાં પાણીની સપાટી 25 ટકા કરતા ઓછી છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.